રાજસ્થાનમાં નામફેરફારનો ઐતિહાસિક નિર્ણય : માઉન્ટ આબુ બન્યું ‘આબુ રાજ’, જહાજપુર ‘યજ્ઞપુર’ અને કામાં ‘કામવન’ સાંસ્કૃતિક અસ્મિતા અને પ્રાચીન ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં સરકારનું મોટું પગલું.
રાજસ્થાન સરકારે રાજ્યના ત્રણ મહત્વપૂર્ણ શહેરોના નામોમાં ઐતિહાસિક ફેરફાર કરીને નવી ઓળખ આપવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલી જાહેરાત મુજબ સિરોહી જિલ્લાના પ્રખ્યાત હિલ-સ્ટેશન માઉન્ટ આબુ હવે ‘આબુ રાજ’, ભીલવાડા જિલ્લાના જહાજપુર હવે ‘યજ્ઞપુર’ અને ભરતપુર જિલ્લાના ધાર્મિક મહત્ત્વ ધરાવતા કામાંને હવે ‘કામવન’ તરીકે ઓળખવામાં આવશે. રાજ્ય સરકારે આ…