શહેરા તાલુકાના પુરવઠા ગોડાઉનમાં તુવેર દાળનો નમૂનો ફેલ — મધ્યાહન ભોજન યોજનામાં ખાદ્ય સુરક્ષાને લઇ ચિંતાજનક મામલો બહાર આવ્યો
પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના પુરવઠા વિભાગના ગોડાઉનમાં ખાદ્ય સુરક્ષાને લગતો એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજના માટે રાખવામાં આવેલી તુવેર દાળના જથ્થાનો નમૂનો ગુણવત્તા તપાસમાં ફેલ નીકળ્યો છે. તાલુકા પુરવઠા કચેરીના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ, આ દાળનો જથ્થો સ્થાનિક સિદ્ધાર્થ દાળ મિલ પાસેથી 4 ઑક્ટોબર, 2025ના રોજ મેળવવામાં આવ્યો હતો….