જામનગરમાં ગુરુનાનક દેવજીની ૫૫૬મી જન્મજયંતિ ધામધૂમપૂર્વક ઉજવાશે — ચાર દિવસીય પ્રભાત ફેરી, શબ્દ કીર્તન અને ગુરુ કા લંગરથી શહેરમાં ભક્તિભાવની લહેર
જામનગર શહેરમાં સર્વધર્મ સમભાવ અને ભક્તિભાવના અદ્ભુત ઉદાહરણ રૂપે ગુરુ નાનક દેવજીની ૫૫૬મી જન્મજયંતિની ઉજવણી ગુરુદ્વારા શ્રી ગુરુસિંઘ સભામાં ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવશે.સીખ સમુદાયના સર્વોચ્ચ પવિત્ર તહેવારોમાંના એક તરીકે ગણાતી આ જન્મજયંતિ પ્રસંગે સમગ્ર જામનગર શહેરમાં ચાર દિવસ સુધી પ્રભાત ફેરી, કીર્તન, સેહજ પાઠ સાહેબ અને ગુરુ કા લંગર જેવા આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું…