અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક નિર્ણય : પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા ₹૨.૫ લાખથી વધારી ₹૬ લાખ — સામાજિક ન્યાય સાથે વિકાસનો સશક્ત સંકલ્પ.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરાયેલ વિકાસલક્ષી બજેટમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમાજના વિદ્યાર્થીઓને કેન્દ્રસ્થાને રાખી કરવામાં આવેલ મહત્વપૂર્ણ જાહેરાતોનું રાજ્યભરમાં વ્યાપક સ્વાગત થઈ રહ્યું છે. ખાસ કરીને પોસ્ટ-મેટ્રિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારી રૂ.૬ લાખ કરવાની જાહેરાતને ઐતિહાસિક અને દુરંદેશી પગલું ગણવામાં…