મુંબઈમાં વાયુ પ્રદૂષણ સામે મહાનગરપાલિકાનો મોટો પ્રહાર 150 દિવસ રસ્તા ધોવા માટે 125 પાણીના ટેન્કર હાયર – ધૂળ નિયંત્રણ માટે ગલ્લીગલ્લી સુધી પહોંચશે અભિયાન.
મુંબઈ મહાનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વધતી જઈ રહેલી વાયુ પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ હવે મોટા પાયે પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ શહેરમાં હવાની ગુણવત્તા બગડવાની પરંપરા બની ગઈ છે. ખાસ કરીને બાંધકામ પ્રોજેક્ટ્સ, ભારે ટ્રાફિક, રોડ પર પડતી ધૂળ અને કચરાના યોગ્ય સંચાલનની સમસ્યાઓને કારણે વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાય…