જામનગર એલ.સી.બી.નો મોટો દાવ: ઢીચડાગામમાં જાહેરમાં તીનપતી રમી રહેલા ૬ શખ્સો રૂ.૧.૫૨ લાખના મુદામાલ સાથે ઝડપાયા
જામનગર, તા. ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ –જામનગર જિલ્લાના ઢીચડાગામ વિસ્તારમાં પોલીસએ મોટી કાર્યવાહી કરીને જાહેરમાં તીનપતી રમી રહેલા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. એલ.સી.બી.ની (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) આ કાર્યવાહીથી જુગારના રેકેટ સામે મોટો ઘા પડ્યો છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા, ગંજીપતાના પત્તા, મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ અંદાજે રૂ.૧,૫૨,૫૦૦/- નો મુદામાલ કબજે…