જામનગર શહેરના તમામ બ્રિજ અને રસ્તાઓની કમિશનરશ્રીની આગેવાની હેઠળ વિશિષ્ટ તકનીકી સર્વે: રીપેરીંગ માટે ઝુંબેશના સ્વરૂપે કામગીરી શરૂ
જામનગર, જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી ડી.એન. મોદીની આગેવાની હેઠળ શહેરના અંદરના તેમજ બહારના તમામ મહત્વપૂર્ણ બ્રિજ અને રસ્તાઓની હાલતનું સંપૂર્ણ ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નાયબ કમિશનર શ્રી ડી.એ. ઝાલા તથા મહાનગરપાલિકાની ટેકનિકલ ટીમના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના તૂટેલા રસ્તાઓના રીપેરીંગ તથા પેચવર્ક માટે પણ ઝુંબેશરૂપ કાર્ય શરૂ કરવા માટે જરૂરી સૂચનાઓ…