જૂનાગઢના પુરાતન જગન્નાથજી મંદિરમાં ભવ્ય રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ: શુક્રવાર ૨૭ જૂન ૨૦૨૫ના રોજ અષાઢી બીજના દિવસે નગરપ્રદક્ષા સાથે જુદી જુદી ધાર્મિક વિધિઓ યોજાશે…
જૂનાગઢ, તા. ૨૪ જૂન, ૨૦૨૫જૂનાગઢના ઐતિહાસિક અને નવાબી શાસનકાળના ધરોહરરૂપ જગન્નાથજી મંદિરમાં અષાઢી બીજના પાવન દિવસે શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન ૨૭મી જૂન, શુક્રવારના રોજ રાખવામાં આવ્યું છે. પ્રાચીન પરંપરા, લોકવિશ્વાસ અને ભક્તિ ભાવના સાથે સંબંધિત આ યાત્રા દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની બીજના દિવસે ઉજવાય છે, અને આ વખતે પણ શાનદાર ઉજવણી માટે…