અરબી સમુદ્રમાં નશાની મોટી હેરાફેરી નિષ્ફળ: પોરબંદર નજીક 200 કિલો ડ્રગ્સ જપ્ત, બે ઈરાની નાગરિક ઝડપાયા.
પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ગુજરાત માટે એક મોટી સફળતા રૂપ કામગીરી સામે આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નશાની હેરાફેરીને લગતી ગતિવિધિઓ પર નજર રાખતી ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત ટીમે દરિયામાં ચાલી રહેલા મોટા ડ્રગ્સ કન્સાઈનમેન્ટને ઝડપી પાડી દીધું છે. આ ઓપરેશન દરમિયાન 200 કિલોથી વધુના મોંઘા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે અને હેરાફેરીમાં સંકળાયેલા…