દીકરીનો અધિકાર હવે અખંડિત: ખેતીની જમીન પર પુત્ર જેટલો જ હક્ક – ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, નીચલી અદાલતનો આદેશ રદ કરી દીકરીના અધિકારને નવો ન્યાયિક સંરક્ષણ
અમદાવાદ – વારસાગત સંપત્તિમાં દીકરીઓના હક્કનો પ્રશ્ન ભારતના કાનૂની અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. ખાસ કરીને ખેતીની જમીન, જે ગ્રામ્ય સમાજના આર્થિક આધારનો કેન્દ્ર છે, તેમાં દીકરીઓને વારસાગત હક મળે કે નહીં, તે મુદ્દો લાંબા સમયથી વિવાદાસ્પદ રહ્યો છે.આ જ મુદ્દે ગુજરાત હાઈકોર્ટએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે – જે દીકરીઓના…