દરિયાઈ આફતો વચ્ચે ઓખાના માછીમારોની પીડા : તાત્કાલિક વળતર અને સહાય માટે શ્રી ગોવિંદભાઈ મોતીવરા દ્વારા સરકાર સમક્ષ રજૂઆત
ઓખા બંદર અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાથી તોફાની હવામાન, અતિપ્રચંડ પવન, ઉંચી લહેરો તથા અણધાર્યા તોફાનોને કારણે દરિયાઈ માછીમારી ક્ષેત્રે ભારે નુકસાન નોંધાયું છે. અનેક માછીમાર પરિવારોએ પોતાના રોજગારના મુખ્ય સાધન – નાવ, જાળ અને અન્ય ઉપકરણો ગુમાવ્યા છે. જીવનનિર્વાહનું એકમાત્ર સાધન ગુમાવી બેઠેલા માછીમારો આજે અતિ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે….