જામનગર શહેરે સફાઈ સર્વેક્ષણમાં ભરી ઉંચી ઉડાન: 83મા ક્રમથી સીધો 29મો સ્થાને પહોંચી મનપાને મળ્યો આત્મવિશ્વાસ, પણ હજુ ‘નંબર 1’નું સપનું અધૂરું
જામનગર મહાનગરપાલિકાનું સ્વચ્છતા તંત્ર થોડા સમયથી ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે, સમગ્ર ભારતના 4589 શહેરો વચ્ચે સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં જામનગર શહેરે 29મો ક્રમ મેળવી લેતા મહાનગરપાલિકા તંત્રમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ગત વર્ષે માત્ર 83મા ક્રમે સંતોષ માનવો પડ્યો હતો, ત્યારે માત્ર એક વર્ષમાં શહેરે 54 ક્રમની ઝંપલાવ મારી છે, જે નોંધપાત્ર કહેવાય…