ચોમાસા દરમિયાન ધોવાણ પામેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઝડપી મરામત કામગીરી : અમદાવાદ વિભાગ દ્વારા NH-47 સહિતના હાઈવે પર વેટ મિક્સ પેચવર્ક પૂરજોશમાં
અમદાવાદ, રાજ્યભરમાં પડેલા આ સાર્વત્રિક વરસાદના પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ધોવાણ, ખાડા, કાપડા અને બેફોરમ સપાટી જેવી સમસ્યાઓ ઊભી થવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે, આ સ્થિતિને તાત્કાલિક સુધારવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા ઝડપી પગલાં ભરવામાં આવ્યા છે અને માર્ગ મરામતની…