“પુઢચ્યા વર્ષી લવકર યા” – મુંબઈમાં ભવ્ય વિદાય સમારંભ સાથે બાપ્પાને આંસુભરી વિદાય, લાખો ભક્તો જોડાયા વિસર્જન મહોત્સવમાં
ગણેશોત્સવના દસ દિવસીય આ પર્વનો અંતિમ તબક્કો આવી પહોંચ્યો છે. આખા દસ દિવસ સુધી ઘરોમાં, સોસાયટીઓમાં, સરકારી કચેરીઓમાં અને જાહેર મંડળોમાં ભક્તિપૂર્વક પૂજાયેલા વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિઓને આજે ભવ્ય અને રંગીન વિદાય આપવામાં આવી રહી છે. મુંબઈ શહેરના વિવિધ ભાગોમાંથી ગણપતિ બાપ્પાની મૂર્તિઓ ઢોલ-તાશાના નાદ, ભજન-કિર્તન, ગુલાલની ઉડતી છોળો અને નાચતાં-ગાતાં ભક્તોના ઉમંગ સાથે વિસર્જન…