અઢી વર્ષ જુનો અપહરણ કેસ ઉકેલાયો : જામજોધપુરની સગીરાને શોધી આરોપી સહિત AHTU ટીમે પકડી, નાગરિકોમાં પોલીસ કાર્યક્ષમતા અંગે પ્રશંસા
જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક અઢી વર્ષથી વધુ જૂના વણશોધાયેલા અપહરણના કેસમાં આખરે નવો વળાંક આવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે કડક મહેનત અને વ્યૂહરચના દ્વારા ગુમ થયેલી સગીરાને શોધી કાઢી છે તેમજ આરોપી શખ્સને ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી પીડિત પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે આ કાર્યવાહીથી તેમને રાહતનો શ્વાસ…