નાઘેડી ગામે વિકાસનો નવો પ્રતિક : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ
જામનગર તા. 17 સપ્ટેમ્બર –જામનગર તાલુકાના નાઘેડી ગામે આજે વિકાસયાત્રાના એક નવા અધ્યાયની શરૂઆત થઈ. રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્રામ્ય પ્રજાજનોના લાંબા સમયથી રહેલા સપના સાકાર થવાથી સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. લોકાર્પણ…