જામનગર જીલ્લા પોલીસનો “સ્પેશ્યલ ડ્રાઇવ”: કાયદાની કડક અમલવારી સાથે નવરાત્રી માટે વિશેષ સુરક્ષા આયોજન
જામનગર જીલ્લા પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) ના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં એક વિશેષ અભિયાન – “સ્પેશ્યલ ડ્રાઇવ” હાથ ધરવામાં આવ્યું. આ અભિયાનનું મુખ્ય ધ્યેય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને રોકવું, જાહેર જીવનમાં સુરક્ષા વધારવી અને આગામી નવરાત્રી તહેવારને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે…