કાલાવડના કાલમેઘડા ગામે ખનીજ માફીયાઓનો આતંક: ગૌચર જમીન અને નદીમાંથી બેફામ માટી-રેતી ચોરી, તંત્રની મૌન સંમતિથી તબાહ થતાં પર્યાવરણના ઘાટ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું કાલમેઘડા ગામ હાલમાં ખનીજ માફીયાઓના વધતા કૃત્યોના કારણે ચર્ચામાં આવ્યું છે. અહીં સરકારી ખરાબા એટલે કે ગૌચર તેમજ ઓરણીની જમીનમાંથી સતત માટી ઉખેડવામાં આવી રહી છે, તો બીજી તરફ ગામ નજીક વહેતી ફોફળ નદીમાંથી જાહેરમાં, દિનદહાડે રેતીની ખનન કરીને બેફામ રીતે ચોરી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલાને લઈને સ્થાનિક લોકોમાં…