જામનગરના 10 જોખમી મેજર બ્રિજોની પાંચ મહિનાથી ફાઈલોમાં જ અટકેલી કામગીરી – ભારે વાહનચાલકોની હાલાકી, ગ્રામજનોનો તંત્ર સામે રોષ
જામનગર જિલ્લામાં ઈજનેરી વિભાગ અને તંત્રની બેદરકારી ફરી એકવાર ચમકી ઉઠી છે. જુલાઈ મહિનામાં ચકાસણી બાદ અતિ જોખમી ગણાવવામાં આવેલા 10 મોટા મેજર બ્રિજ પર પાંચ મહિના વીતી ગયા હોવા છતાં હજી સુધી માત્ર “ટેન્ડરીંગ પ્રક્રિયા” જ હાથ ધરવામાં આવી છે. અન્ય કોઈ વાસ્તવિક મેદાની કામગીરી શરૂ થઈ નથી. પરિણામે ભારે વાહન ચાલકોને કિલોમીટરો સુધી…