જૂનાગઢ જીમખાના ખાતે અદ્યતન સુવિધાવાળું જિમ્નેશિયમ કાર્યરત : કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે લોકાર્પણ
જૂનાગઢ, સંજીવ રાજપૂત : જૂનાગઢ શહેરના હૃદયસ્થળ પર આવેલી જીમખાના સંસ્થા ખૂબ જ જૂની અને પ્રતિષ્ઠિત છે, જે વર્ષોંથી રમતગમત, સાહિત્ય, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓના કેન્દ્રરૂપે કાર્ય કરે છે. હવે આ સંસ્થા દ્વારા શહેરવાસીઓ માટે વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરવામાં આવ્યો છે. જીમખાના ખાતે અદ્યતન સાધનો સાથે સજ્જ જિમ્નેશિયમનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર અને જીમખાના અધ્યક્ષ…