“મુંબઈમાં હરિત પરિવહન તરફ મોટું પગલું : BESTના કાફલામાં ૧૫૭ નવી ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો, ૨૧ રૂટ પર દોડશે અને ૧.૯ લાખ મુંબઈગરાઓને મળશે લાભ”
મુંબઈ – ભારતની આર્થિક રાજધાની અને સપનાનાં શહેર તરીકે ઓળખાતું મુંબઈ આજે એક નવી દિશામાં આગળ વધ્યું છે. પર્યાવરણ અનુકૂળ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) તંત્રએ શહેરના પરિવહન માળખાને આધુનિક બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. મુંબઈમાં હવે BESTના કાફલામાં એકસાથે ૧૫૭ નવી ઇલેક્ટ્રિક બસો ઉમેરાઈ છે. આ બસો…