અનંત ચતુર્દશી પૂર્વે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી હડકંપ : ટ્રાફિક કંટ્રોલ રૂમને મળ્યો વોટ્સએપ મેસેજ, સુરક્ષા કડકાઈ
મુંબઈ—ભારતનું આર્થિક રાજધાની, દેશની સપનાનગર અને કરોડો લોકોની રોજીરોટીનું કેન્દ્ર. આ શહેરે ભૂતકાળમાં ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટથી લઈને ૨૬/૧૧ના આતંકી હુમલાં સુધી અનેક વિપત્તિઓ જોઈ છે. હવે ફરી એક વાર મુંબઈના સુરક્ષા માળખાને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમના સત્તાવાર વોટ્સએપ નંબર પર અજાણ્યા મોબાઇલ પરથી બોમ્બ બ્લાસ્ટની ગંભીર ધમકીનો…