તારાનગર ગામનો ઐતિહાસિક નિર્ણય: દારૂ અને જુગાર પર સંપૂર્ણ પ્રતિબંધ, સામૂહિક એકતા બની સમાજ સુધારાનો માર્ગ
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના તારાનગર ગામે તાજેતરમાં એવો ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જેના કારણે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. ગામજનોની સર્વસંમતિથી હવે ગામની સીમા અંદર દારૂ પીવાનું, દારૂ વેચવાનું કે જુગાર રમવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. માત્ર પ્રતિબંધ જ નહીં, પરંતુ જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને સીધો રૂ. 11,000 નો…