સહકારથી સમૃદ્ધ સમુદ્રયાત્રા : અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઊંડા સમુદ્રમાં માછીમારી બોટ વિતરણથી ‘બ્લૂ ઇકોનોમી’ને નવી ગતિ
મુંબઈના દરિયાકિનારે આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સહકારના શક્તિસૂત્ર દ્વારા ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અંતર્ગત ઊંડા સમુદ્રમાં માછીમારી બોટનું ઉદ્ઘાટન અને વિતરણ કર્યું. આ પ્રસંગ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ દેશના દરિયાઈ અર્થતંત્ર – ‘બ્લૂ ઇકોનોમી’ તરફના એક નવા અધ્યાયની શરૂઆત હતી….