જેતપુરમાં ‘એનિમી પ્રોપર્ટી’ની ઓળખ માટે કેન્દ્ર સરકારનો મેગા સર્વે શરૂ — 43 જેટલી કિંમતી મિલ્કતોની વાસ્તવિક સ્થિતિ બહાર આવવાની પ્રક્રિયા તેજ
જામનગર તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા એનિમી પ્રોપર્ટી (શત્રુ સંપત્તિ)ના વિશાળ સર્વે અંતર્ગત જેતપુર શહેરમાં આજે મહત્વપૂર્ણ કામગીરીનો પ્રારંભ થયો હતો. મુંબઇ સ્થિત એનિમી પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ જેતપુર શહેરની સિટી સર્વે ટીમે મળીને શહેરમાં આવેલ 43 જેટલી નોંધાયેલ શત્રુ સંપત્તિની ઓળખ અને માપણી માટે મેદાનમાં ઉતર્યા હતા. આ કાર્યવાહી સાથે…