જામનગર જિલ્લાના તમામ ૫૮૫ પુલોની તાત્કાલિક ચકાસણી પૂર્ણ: ૬ પુલ ભારે વાહન માટે બંધ, તંત્ર દ્વારા મુસાફરોને વૈકલ્પિક રૂટ અપનાવાની અપીલ
જામનગર, 15 જુલાઈ,ચોમાસાની ઋતુના આરંભ સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પુલોની સલામતી અંગે ઊઠતાં પ્રશ્નચિહ્ન વચ્ચે જામનગર જિલ્લાના વહીવટી તંત્રે અત્યંત દ્રઢ અને સમયસૂચક કામગીરી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ ૫૮૫ પુલોની તાત્કાલિક અને વ્યાપક સ્તરે ચકાસણી કરવામાં આવી છે. આમાં જે પુલો જોખમરૂપ જણાયા છે, તેને લઇ ૬…