“નશો છોડો, રાષ્ટ્ર ગઢો” — જામનગરમાં ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા’ રેલીનો પ્રેરણાદાયી સંદેશ 🇮🇳 કલેકટરશ્રી કેતન ઠક્કરનાં હસ્તે રેલીનું પ્રસ્થાન, ચારસો એનસીસી કેડેટ્સે જગાવ્યો નશામુક્તિનો સંકલ્પ
રાષ્ટ્રની નવી પેઢી સ્વસ્થ, સજાગ અને સંવેદનશીલ બને તે દિશામાં જામનગર શહેરે આજે એક પ્રેરક પહેલ કરી. નશામુક્ત સમાજ માટે યુવાનોને જાગૃત કરવાના હેતુથી ૨૭ ગુજરાત બટાલિયન એન.સી.સી. અને જામનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે “ડ્રગ ફ્રી ઇન્ડિયા રેલી”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રેલીનું પ્રસ્થાન જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરના હસ્તે શ્રી સત્યસાઈ સ્કુલ ખાતે કરાયું…