“વૈશ્વિક આશાથી દેશી બજારમાં ઉત્સાહ” ભારત–યુરોપ વચ્ચે ધટસ્ની જાહેરાતથી શેરબજારમાં ભવ્ય તેજી, સેન્સેક્સ ૫૦૪ પોઇન્ટ ઉછળી ૮૨,૩૬૧ની સપાટીએ
મુંબઈ | શેરબજાર રિપોર્ટ ભારત અને યુરોપ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ અને હકારાત્મક જાહેરાતના પગલે દેશના શેરબજારમાં આજે સવારથી જ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો, વિદેશી બજારોમાંથી મળતી મજબૂતી અને ખાસ કરીને ભારત–યુરોપ વચ્ચે વધતા આર્થિક સહકારની આશાને કારણે રોકાણકારોમાં ખરીદીનો ઝોક જોવા મળ્યો. આજના કારોબારની શરૂઆતમાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૫૦૪.૩૪…