“જામનગરમાં લોકસંપર્ક કાર્યક્રમ : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે નાગરિકોની સમસ્યાઓ સાંભળી, તત્કાલ નિર્ણય કરાયો”…
જામનગર, તા. 21 જૂન – રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આજે જામનગરના સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. આ લોકસંપર્ક કાર્યક્રમમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. નાગરિકોએ તેમની વિવિધ તકલીફો, પ્રશ્નો તથા આવશ્યક માંગણીઓ અંગે મંત્રીશ્રી સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી…