ખંભાળિયા નગરપાલિકા ચૂંટણીનું રાજકીય ગણિત સ્પષ્ટ થયું: ૯ વોર્ડ, ૩૬ બેઠકો અને અનામતની ગોઠવણીથી રાજકારણમાં ગરમાવો
ખંભાળિયા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ચૂંટણી પૂર્વે સૌથી વધુ ચર્ચામાં રહેલું મુદ્દો એટલે બેઠકોની સંખ્યા, વોર્ડવાર વિભાજન અને અનામતનું રાજકીય ગણિત. તાજેતરમાં જાહેર થયેલી વિગતો પ્રમાણે ખંભાળિયા નગરપાલિકામાં કુલ ૯ વોર્ડ બનાવવામાં આવ્યા છે, જેમાંથી કુલ ૩૬ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ૩૬ બેઠકોમાંથી ૨૪ બેઠકો અનામત…