“દૃષ્ટિ ઓછી, પરંતુ સ્વપ્નો અનંત”: ૨૦ ટકા દૃષ્ટિ ધરાવતા આનંદ મહલદારની વાંસળીના મધુર સૂરથી જીવંત બને છે મુંબઈની લોકલ ટ્રેન
મુંબઈ — સપનાઓનું શહેર. રોજ લાખો લોકો આ શહેરની લોકલ ટ્રેનોમાં પોતાના સપના સાથે દોડતા જોવા મળે છે. કેટલાક પોતાના કામ પર જઈ રહ્યા હોય છે, કેટલાક ઘરે પરત ફરતા હોય છે, તો કેટલાક માટે આ મુસાફરી જ જીવનનું પ્રતિબિંબ બની જાય છે. આવી જ એક લોકલ ટ્રેનની ભીડમાં, જ્યાં થોડીક જગ્યાએ ઊભા રહેવું પણ…