ખસ્તા માર્ગો સામે જનઆંદોલન : ધારાસભ્ય હેમંત ખવાનીની પદયાત્રા, હોથીજી ખડબા સુધી વિદ્યાર્થીઓની સાથે ઉઠ્યો ન્યાયનો સ્વર
ઈશ્વરીયા ગામથી પ્રારંભ થયેલી ધારાસભ્ય હેમંત ખવાનીની પદયાત્રા આજે હોથીજી ખડબા ગામે પહોંચતાં નવો વળાંક આવી ગયો. ગામના નાના–મોટા, મહિલાઓ અને યુવાનો તો જોડાયા જ, પરંતુ સૌથી વિશેષ દૃશ્ય એ હતું કે ગામના વિદ્યાર્થીઓએ પણ પોતાની પીડા અને માગણીઓ વ્યક્ત કરી. તેમણે સીધો રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને રસ્તા સંબંધિત ફરિયાદો અને માગણીઓથી ભરેલા પત્રો લખ્યા અને…