દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર બોકસાઇટ વેપારનો ભાંડાફોડ — કલ્યાણપુરના મેવાસા ગામે એલ.સી.બી.ની ધડાકેદાર કાર્યવાહી, બેની ધરપકડ અને બે વાહનો કબજે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને બોકસાઇટના ગુપ્ત વેપારની પ્રવૃત્તિઓએ ફરી એકવાર માથું ઉંચું કર્યું છે. લાંબા સમયથી શાંત લાગતા ખનન ક્ષેત્રમાં ગુપ્ત રીતે ચાલતા બોકસાઇટના ધંધાનો અંત લાવવા માટે પોલીસ અને જિલ્લા પ્રશાસન સતત મોહિમ ચલાવી રહ્યું છે, પરંતુ કેટલાક માફિયાઓ હજુપણ ચતુરાઈથી રાત્રિના સમયે ખનન કરીને સરકારી ખજાનાને કરોડો રૂપિયાનો ફટકો પહોંચાડી રહ્યા…