“માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી મુંબઈ નહીં છોડીએ” – નોટિસ બાદ મનોજ જરાંગેનો એલાન
મરાઠા સમાજના આરક્ષણના મુદ્દે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાથી ચરમસીમાએ પહોંચેલા આંદોલનને હવે કાનૂની અને પ્રશાસકીય બંને મોરચે ભારે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખહડતાળ પર બેઠેલા મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલને મુંબઈ પોલીસે નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી છે. છતાં જરાંગે પોતાની વાત પર અડગ રહીને જાહેર કર્યું છે…