ઓખા નગરપાલિકામાં સ્વચ્છતા વિહોણી સ્થિતિ — આરંભડા વોર્ડ નં. ૧ના નાગરિકો ગુસ્સે! જાહેર જમીન પર ગંદકી, જંગલી ઝાડીઓ અને જીવજંતુઓના ઉપદ્રવ સામે લેખિત રજૂઆત – તાત્કાલિક સફાઈ, દવા છંટકાવ અને દેખરેખની માંગ ઉઠી
ઓખા શહેરમાં સ્વચ્છતાની દયનીય સ્થિતિ સામે નાગરિકોનો આક્રોશઓખા નગરપાલિકા વિસ્તારના આરંભડા વોર્ડ નં. ૧ (જય અંબે સોસાયટી વિસ્તાર) માં છેલ્લા ઘણા મહિનાથી નાગરિકો ગંભીર ગંદકી અને સ્વચ્છતાની સમસ્યા ભોગવી રહ્યા છે. ત્રીજા રેલ્વે ફટકા સામે આવેલી ત્રણ જાહેર જગ્યાઓ, જે નગરપાલિકા હસ્તકની જાહેર મિલકતો છે, ત્યાં આજકાલ કચરાનો ઢગલો, જંગલી ઝાડીઓ અને જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો…