માનવતા માટે ભારતનો મહાયજ્ઞ – ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનની મદદે પહોંચ્યા 1000 તંબુ અને 15 ટન ખાદ્યસામગ્રી
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં આવેલા ભયાનક ભૂકંપે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. રાત્રીના અંધકારમાં અચાનક ધ્રુજેલા ધરા કંપનોએ સેકડો ગામડાં, નગરો અને શહેરોને ખંડેરમાં ફેરવી નાખ્યાં. હજારો લોકો ઘાયલ થયા, જ્યારે 800થી વધુ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઇ છે. તૂટેલી ઇમારતો, ધસી પડેલી શાળાઓ, ધરાશાયી મકાનો અને કાટમાળમાં ફેરવાયેલા રસ્તાઓની વચ્ચે હજુપણ બચેલા લોકોની શોધખોળ ચાલુ…