“લાલબાગચા રાજા” વિસર્જન યાત્રાની ભવ્ય તૈયારી : ચરણસ્પર્શ અને મુખદર્શનની કતાર માટે સમયમર્યાદા જાહેર
મુંબઈના ગણેશોત્સવમાં “લાલબાગચા રાજા”નું નામ એક અનોખું સ્થાન ધરાવે છે. દર વર્ષે જેમ જ ગણેશ ચતુર્થી શરૂ થાય છે તેમ સમગ્ર દેશની નજર લાલબાગચા રાજા પર કેન્દ્રિત થઈ જાય છે. ભક્તોમાં રાજાના દર્શન કરવા, ચરણસ્પર્શનો આશીર્વાદ મેળવવા અને રાજાના મુખદર્શનનો આનંદ માણવા એક અદભૂત ઉમંગ જોવા મળે છે. લાલબાગચા રાજાની વિસર્જન યાત્રા પણ એટલી જ…