યુવા આપદા મિત્રોની કહાણી: રાજકોટના 5 યુવાનોને આપત્તિ સમયે સેવા માટે ખાસ તાલીમ, અવનીબેન ગઢવીને મળ્યો “બેસ્ટ કેડેટ” એવોર્ડ
ગુજરાત સરકાર અને સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના દ્રષ્ટિકોણે રાજ્યના યુવાનોને આપત્તિ સમયે તત્કાલ સહાય આપવાના હેતુસર “યુવા આપદા મિત્ર માસ્ટર ટ્રેનિંગ” કાર્યક્રમની રાજ્યવ્યાપી અમલવારી હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા યુવાનોને વડોદરા ખાતે 21 દિવસની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાંથી પસંદ થયેલા પાંચ યુવા…