સુત્રાપાડા પંથકમાં માવઠાનો તાંડવ : 5 ઈંચ વરસાદે ખેતરોમાં પાણી ભરાયા, ખેડૂતોમાં ચિંતા, પાક બગડવાની ગંભીર શક્યતા
દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન અચાનક બદલાતા ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકામાં શુક્રવાર રાત્રિથી શરૂ થયેલો ધોધમાર વરસાદ આજે શનિવાર સુધી અવિરત ચાલુ રહ્યો હતો. એકંદરે તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું સત્તાવાર સૂત્રો અને ગ્રામજનો દ્વારા જણાયું છે. આ અચાનક પડેલા કમોસમી વરસાદને…