પાટણ-બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોએ દેખાવ કર્યો: “જીવ જશે પણ જમીન નહીં આપીએ” સંકલ્પ સાથે રેલી અને આવેદનપત્ર
પાટણ, તા. ૩ જુલાઈ – કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ અને બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાંથી પસાર થનારા માર્ગ માટેની જમીન સંપાદન પ્રક્રિયા સામે સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. गुरુવારના રોજ પાટણના સિંધવાઈ મંદિર ખાતે એકત્રિત થયેલા ખેડૂતોએ પાટણ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો…