જાવંત્રી અને પાણીકોઠા શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો: ભૂલકાઓનું ઉલ્લાસભર્યું સ્વાગત અને વાવેતર સાથે સંસ્કારનું સિંચન
તાલાલા, તા. ૨૮ જૂન ૨૦૨૫સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લાના તાલુકા તાલાલાના આદિવાસી અને પછાત વિસ્તારમાં ગણાતા જાવંત્રી તથા પાણીકોઠા ગામની પ્રાથમિક શાળાઓમાં આજે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. સાથે સાથે શાળાના પરિસરમાં હરિયાળું વાતાવરણ નિર્માણ કરવા વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સરસગંધ ભરેલા આ શૈક્ષણિક અને સંસ્કારસભર કાર્યક્રમમાં બાળકોએ, વાલીઓએ અને અધિકારીઓએ આનંદભેર ભાગ લીધો હતો….