ધ્રોલ તાલુકાના ગામોમાં મતદાર જાગૃતિની લહેરઃ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરનો પ્રવાસ, બૂથ લેવલ કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ અને મતદારોને સક્રિય સહભાગિતાનું આહ્વાન
જામનગર, તા. ૧૧ —ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ હેઠળ જામનગર જિલ્લામાં પણ મતદારોની નોંધણી અને સુધારણા કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ રાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના અનેક ગામોની મુલાકાત લઈ ફોર્મ વિતરણ અને…