વિશ્વ યોગ દિવસ 2025ની ભવ્ય ઉજવણી: એસ.જી.વી.પી ગુરુકુળથી લોથલ સુધી યોગના પરંપરાગત-આધુનિક રંગોનો સમન્વય
અમદાવાદ જિલ્લાના લોકો માટે વિશ્વ યોગ દિવસ 2025ની ઉજવણી એક યાદગાર ક્ષણ બની રહે તેવી તૈયારી વહીવટી તંત્રે હાથ ધરી છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને એક ભવ્ય અને એકીકૃત રૂપમાં ઉજવવા માટે જિલ્લાની તમામ યંત્રણાઓએ કમર કસી લીધી છે. ભારતની પૌરાણિક યોગ પરંપરાને વૈશ્વિક માન્યતા મળે અને દરેક નાગરિક યોગના માધ્યમથી તંદુરસ્ત જીવનશૈલી અપનાવે, એ…