કારગિલ વિજય કળશ યાત્રા”ના ભાગરૂપે રાજ્યપાલશ્રી સાથે મળ્યા સિટીઝન્સ સોસાયટી ઑફ ઈન્ડિયાના પ્રતિનિધિઓ — રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે શ્રદ્ધાંજલિ યાત્રા
ગાંધીનગરમાં આજે એક ખૂબ જ ગૌરવભર્યો અને રાષ્ટ્રભાવના જગાવતો પ્રસંગ સર્જાયો હતો. દેશના વીર શહીદો માટે કૃતજ્ઞતાની ભાવનાથી પરિપૂર્ણ “કારગિલ વિજય કળશ યાત્રા”ના ભાગરૂપે સિટીઝન્સ સોસાયટી ઑફ ઈન્ડિયાના 14 પ્રતિનિધિઓએ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ખાસ મુલાકાત લીધી હતી. આ યાત્રા માત્ર યાત્રા નથી, પણ તે છે દેશભક્તિ, શહીદોના બલિદાન અને રાષ્ટ્રીય એકતાના ભાવના ભણાવતી એક…