લીમગામડાના ખેડૂત સાથે વીજ વિભાગની બેદરકારી – ડીપી માટે રકમ ભર્યા છતાં ન્યાયથી વંચિત, લાંચના આક્ષેપથી વારાહી GEB ઘેરાયું
સાંતલપુર તાલુકાના લીમગામડા ગામમાં એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતી માટે આવશ્યક એવા ટ્રાન્સફોર્મર (ડીપી)ની ફાળવણી માટે લીમગામડાના એક ખેડૂતએ નિયમ મુજબ સમયસર રકમ જમા કરાવી હતી. પરંતુ અનેક મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી તે ખેડૂતને ડીપી મળી નથી. આ વિલંબ પાછળ ખેડૂતનો ગંભીર આક્ષેપ…