મધરાત્રે ધરતી ધ્રૂજી ઉઠી — અમરેલી પંથકમાં 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કોસ્ટલ બેલ્ટમાં ભયનો માહોલ
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં મધરાત્રે અચાનક ધરતી ધ્રૂજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ-પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં રાત્રે લગભગ 2:24 વાગ્યે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મધરાત્રીના નિર્જન સમયે થયેલા આ ભૂકંપના ઝટકાએ લોકોને ઊંઘમાંથી જાગી જવા મજબૂર કર્યા હતા અને ઘણા વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી…