મોડપર તાલુકા શાળામાં કિચન ગાર્ડનિંગનો અનોખો પ્રયોગ: પર્યાવરણ જાળવણી સાથે બાળકોને પોષણયુક્ત આહાર તરફ પ્રેરણા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાં આવેલી તાલુકા શાળા તાજેતરમાં એક અનોખા અને પ્રેરણાત્મક ઉપક્રમનું કેન્દ્ર બની. પર્યાવરણની જાળવણી અને પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ લાવવાના હેતુસર શિક્ષણ વિભાગ અને સ્વ. જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે “સ્વચ્છ હાલાર” કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવી. આ તાલીમ કાર્યક્રમ માત્ર શાળા સુધી…