રાણીબાગમાં ‘એક્ઝોટિક ઝોન’નો ભવ્ય વિકાસ: હવે मुंबईમાં જ મળશે ઝીબ્રા–જિરાફ સાથે ડાઇનિંગનો અનોખો અનુભવ.
મુંબઈના ઐતિહાસિક અને લોકપ્રિય રાણીબાગ (વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન)ને વિશ્વસ્તરીય ઝૂ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ 498 કરોડ રૂપિયાનો મહત્ત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ જાહેર કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ રાણીબાગને ‘એક્ઝોટિક ઝોન’ તરીકે અપગ્રેડ કરવામાં આવશે, જેમાં દુર્લભ પ્રાણીઓ, આધુનિક વ્યુઇંગ એરિયા, થીમ આધારિત રેસ્ટોરાં અને ઈન્ટરનેશનલ લેવલની સુવિધાઓનો સમાવેશ થશે. આગામી વર્ષોમાં મુંબઈવાસીઓને એવા…