બેટ દ્વારકા – પૌરાણિક “રમણદ્વિપ”ને ફરીથી તેનું મૂળ નામ અપાવવાની લોકમાનસની માંગ
ભારત દેશની સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. અહીંનું દરેક તીર્થ, ગામ કે નગર માત્ર વસવાટનું સ્થાન નથી, પરંતુ તે ધર્મ, સાધના અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતિબિંબ છે. દ્વારકા, જે ભગવાન શ્રીકૃષ્ણની નાગરી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યાંથી અતિ નજીક આવેલું બેટ દ્વારકા એ એવું જ એક સ્થળ છે જ્યાં હજારો વર્ષોથી સાધુ-સંતો, યાત્રિકો…