જામનગર શહેર ભાજપના કાર્યકરોમાં ઉગ્ર આક્રોશ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતૃશ્રી વિષે કોંગ્રેસના અભદ્ર ટિપ્પણીઓ સામે વિરોધ પ્રદર્શનનું આહ્વાન
બિહાર રાજ્યમાં જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાઓએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતૃશ્રી વિષે કરેલી અભદ્ર અને અશોભનીય ટિપ્પણીને કારણે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ જામનગર શહેર અને જિલ્લામાં પણ ભારે આક્રોશનું માહોલ સર્જાયું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ ઘટનાને કોંગ્રેસની વિકૃત માનસિકતા અને સંસ્કારવિહિન રાજનીતિનું જીવંત ઉદાહરણ ગણાવી રહી છે. ભાજપના આગેવાનોનું…